જીવનમાં સુખ-શાંતિ મેળવવા માટે શું કરવું?

પોતાના કામને થતું હોવાનું જોવું પણ એક કળા છે. સામાન્ય રીતે આપણી નજર બીજા શું કરી રહ્યા છે તેના પર રહેતી હોય છે. આપણે સુખ અને દુ:ખ આપણે બીજામાં શોધતા રહીએ છીએ. આધ્યાત્મ કહે છે કે જ્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય, પોતાની અંદરના ‘હું’ ને શોધો. તમામ જવાબ મળી જશે. જૈન સંત ચંદ્રપ્રભજીએ એક જગ્યાએ સરસ વાત લખી છે કે આજે મનુષ્યને જીવનમાં જે કાંટા વાગી રહ્યા છે તેના પાછળનું મુખ્ય કારણ એ છે કે ભૂતકાળમાં તેણે કેકટસ વાવ્યાં હશે અને સુંદર ફૂલોનો બગીચો પણ આપણે જ વાવેલા બીજનું પરિણામ બનશે.

ભગવાન મહાવીરસ્વામીનું એક સૂત્ર છે કે, ‘અપ્પા કત્તા વિકત્તા ય, દુહાણ ય સુહાણ ય. અપ્પા મિત્તમમિત્તં ચ, દુપ્પિય સુપ્પિઓ.’ આત્મા જ સુખ-દુ:ખનો કર્તા અને ભોકતા છે. સદ્પ્રવૃત્તિમાં રહેલો આત્મા જ આપણો મિત્ર છે અને દુષ્પ્રવૃત્તિમાં રહેલો આત્મા દુશ્મન છે. જેનો સીધો અર્થ થાય છે કે તમામ પરિસ્થિતિ માટે આપણે પોતે જ જવાબદાર છીએ.

આપણી જવાબદારી આપણે પોતે જ નક્કી કરવાની છે. જુદા જુદા ધર્મોમાં આત્મા શબ્દનો અલગ અલગ રીતે ઉપયોગ કરાયો છે, પરંતુ તમામનો સીધો સરળ અર્થ એક જ થાય છે કે આત્મા એટલે કે આપણે પોતે, આપણું અસ્તિત્વ, આપણું મનુષ્ય હોવું. આથી તમારા આત્માને તમારો મિત્ર બનાવો તો દુશ્મનીનો ભાવ આપમેળે જ સમાપ્ત થઈ જશે.

ગીતામાં લખ્યું છે કે આપણા આત્માથી જ આપણા આત્મામાં સંતોષ મેળવવો. અહીંથી જ જીવનનું રૂપાંતરણ ચાલુ થાય છે. સુખના બીજ આપણી માનસિકતામાં છુપાયેલા છે. જે લોકો ૨૪ કલાકમાં થોડા અંદર ઊતરશે, તેઓ સાચા અર્થમાં શાંતિ અને સુખને જીવી જાણશે.

Source: Vijayshankar Mehta

Advertisements

§ 2 Responses to જીવનમાં સુખ-શાંતિ મેળવવા માટે શું કરવું?

 • being blessed says:

  Hey,

  I wish you implement this in your life and grow and move forward as i see you have lots of things in life, just you have focus on and be passionate about it and you will have the best in your life.

  WISHING YOU ALL THE BEST FOR TODAY AND ALWAYS.

  LOVE
  BEING BLESSED

 • kajal says:

  very true….. any one in this world is responsible for good and bad happens in his life.
  When you are taking decision many people will give you opinions, if you analyze them one group would be on “yes” side and another group would be on “no” side. It is up to you whom you follow, either of these group or your heart.
  Decisions taken with the combination of heart and brain will always help you win the game.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: